મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે 10 દિવસ અને 4 દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાનમોરબી : આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજિયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.25.05.25 ને રવિવારથી સાંજે 7.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી 10 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર મોરબીના સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે યોજાશે.સ્વામિનારાયણ સંસ્કારધામ મોરબી ખાતે 10 દિવસની શિબિર અને 4 દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવવા તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા લોકોને SSY ની શિબિરમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. શિબિરમાં જોડાવા માટે નવનીત કુંડારીયા મો.નં. 9825224898, ધ્રુવ દેત્રોજા મો.નં.9913111202 અને અંબારામ કવાડિયા મો.નં.9825263142 પર રજિસ્ટ્રેશન કરાવવા SSY આચાર્ય નવનીતભાઈ કુંડારીયાની યાદીમાં જણાવાયું છે.