મોરબી : મોરબીમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 11-5-2025 ને રવિવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન, સામગ્રી, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, કપ, રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ, માટલા, સરગવો-દુધીનું જ્યૂસ ફ્રી ટેસ્ટ કરાવવામાં આવશે. આ ઉપરાંત દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરવામાં આવે છે. તો કાપડની થેલી લઈને આવવા પ્રમુખ વી.ડી. બાલા (મો. નં. 9427563898), લવજીભાઈ પ્રજાપતિ (મો. નં. 9925369465)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.