મોરબી : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતા જામનગર અને દેવભૂમિ દ્વારકામાંથી બ્લેક આઉટ હટાવી દેવાની જાહેરાત કરવામા આવી છે. આ સાથે જગત મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.વિદેશ સચિવ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે કે ભારત- પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને તેમજ છેલ્લી સૂચનાઓને ધ્યાને લઈ જામનગરમાં આજે (તા.૧૦-૦૫-૨૦૨૫) ના રોજ લાગુ કરવામાં આવેલ બ્લેકઆઉટ રદ્દ કરવાની જિલ્લા કલેક્ટરે રદ કર્યા છે. જામનગરવાસીઓને તકેદારીના ભાગરૂપે સાવચેતી અને સલામતી જાળવવા તથા જરૂર જણાયે જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા કલેક્ટરકેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા આજે બ્લેકાઆઉટનો આદેશ રદ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં જગત મંદિર આજે 7 વાગ્યાથી બંધ કરવાનું નક્કી કરાયું હતું તે નિર્ણય પણ રદ કરાતા જગત મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે.