મોરબી : ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું છે. તેને અમુક કલાકો બાદ જ કચ્છમાં ફરી ડ્રોન દેખાયા છે. આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કચ્છ જિલ્લામાં અમુક ડ્રોન દેખાયા છે. જેથી ફરી બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં જિલ્લા કલેકટરે પણ તાત્કાલિક અસરથી ફરી બ્લેક આઉટનો અમલ કરવા સૂચના જાહેર કરી છે.