મોરબી : અવાર નવાર સાયબર ફ્રોડની બનાવો સામે આવી રહ્યા છે. અજાણતા ખોટી ફાઈલ ડાઉનલોડ થવાથી તમારો આખો મોબાઈલ ફોન હેક થઈ શકે છે. મોબાઇલમાં ભૂલથી કોઈ APK ફાઈલ, APPLICATION કે LINK ઓપન થવાથી ફોન હેક થયાનું જણાય આવે તેવા સંજોગોમાં શું કરવું જોઈએ ?જો તમારો મોબાઈલ ફોન હેક થાય તો તુરંત જ મોબાઈલનું ઇન્ટરનેટ બંધ કરી DATA FACTORY RESET કરવું. મોબાઈલનું DATA FACTORY RESET થયા બાદ પણ કોઈ વાયરસ કે બગ ફોનમાં રહી ગયેલ હોય તેને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા e scan, M-Kavach-2 અથવા quick heal જેવી એન્ટિવાયરસ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફોનને સ્કેન કરવો.