આજે રાત્રે 11.00 થી આવતીકાલ સવારે 6.00 કલાક સુધી લાઈટ ચાલુ ન કરવા અપીલમોરબી : હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.