રાત્રે લાઈટ બંધ રાખવા અને તંત્રની સુચનાઓનું પાલન કરવા તથા અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અનુરોધhttps://youtu.be/5Q7Iwxyluuoમોરબી : યુદ્ધની સ્થિતિ વચ્ચે કચ્છ જિલ્લામાં લોકોને નાગરિક ધર્મ નિભાવવા કલેકટરે અપીલ કરી છે. સાથે રાત્રે લાઈટ બંધ રાખવા અને તંત્રની સુચનાઓનું પાલન કરવા તથા અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે કે દરેક નાગરિકો રાત્રે તમામ લાઈટ બંધ રાખીને 'સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ'માં સહભાગી બને. 'સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ'માં જોડાઈને નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળે. લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરે. નાગરિકોએ કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ગભરાવવાની જરૂર નથી.સોશિયલ મીડિયામાં કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ નહીં કરવી. પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા તમામ નાગરિકોને અનુરોધ છે. બિનજરૂરી બહાર નહીં નીકળીને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે.