ટંકારા : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે જો કટોકટીની સ્થિતિ ઉભી થાય તો ટંકારાની ચિખલીયા હોસ્પિટલે 24 કલાક વિનામૂલ્યે સેવા આપશે તેવી જાહેરાત કરી છે. ચિખલીયા હોસ્પિટલ દ્વારા જણાવાયું છે કે, જો કટોકટીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેવી પરિસ્થિતિમાં ચિખલીયા હોસ્પિટલ 24 કલાકે વિનામૂલ્યે ડોક્ટર અને બેડની સુવિધા પૂરી પાડશે. ચિખલીય હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, કટોકટીની સ્થિતિમાં ઓર્થોપેડિક સર્જન નિઃશુલ્ક ઓપરેશન કરી આપશે. બાળકોના ડોક્ટર દ્વારા બાળકોની નિઃશુલ્ક સારવાર કરશે. યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય તો તમામ રિપોર્ટ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ચિખલીયા હોસ્પિટલ 40 બેડની સુવિધા સરકારને પૂરી પાડશે અને હોસ્પિટલ તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહેશે. આ બદલ ધારાસભ્યએ ચિખલીયા હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.