મોરબી : ત્રાજપરમાં વરાણીયા પરિવાર દ્વારા તા. 17-5-2025 ને શનિવારના રોજ વરાણીયા પરિવારના મોટા મઢ ખાતે ચામુંડા માતાજીનો નવરંગ માંડવો તથા નામકરણવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16-5-2025 ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે નાનું માંડલું, તા. 17 ને શનિવારના રોજ શુભ ચોઘડિયે થાંભલી રોપણ, સાંજે 5 કલાકે ભુવાના સામૈયા, સાંજે 7 કલાકે મહાપ્રસાદ, અને રાત્રે 10 કલાકે કલાકાર ગુમાનભાઈ કડીવાર દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ તા. 18-5-2025 ને રવિવારના રોજ શુભ ચોઘડિયે મનીષભાઈ લખમણભાઈ વરાણીયાના સુપુત્રની નામકરણ વિધિ કરવામાં આવશે.