મોરબી : જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દ્વારકાધીશનું જગત મંદિર સાંજે 7:00 કલાકથી આગળની સૂચના ન મળે ત્યાં સુધી ભક્તો માટે બંધ રહેશે.ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને પાકિસ્તાન સરહદે આવેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યા પછી મંદિરો બંધ રહેશે. મોટા ઔદ્યોગિક એકમોની લાઈટ બંધ રહેશે અને હોટલો ,નાની લારી ગલ્લા અને દુકાનો પરની લાઈટો બંધ રાખવાની અપીલ કરી છે અને લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.