સંબંધના દાવે આપેલ રૂ.૨૫ લાખના ચેક પરત ફર્યા હતા, હવે રૂ.૩૦ લાખ ચૂકવવા કોર્ટનો આદેશમોરબી : મોરબીના વ્યક્તિ પાસેથી રૂ.૨૫ લાખ સંબંધમાં દાવે ઉછીનાં લેનાર વ્યક્તિનો ચેક પરત ફરતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. આ સાથે રૂ.૩૦ લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકતો એવી છે એ ફરીયાદી મોરબીના જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયા પાસેથી રૂપીયા ૨૫,૦૦,૦૦૦/- અંકે રકમ રૂા. પચ્ચીસ લાખ પુરા અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ મિત્ર સંબંધના દાવે હાથ ઉછીના લીધેલ હતા. જે અંગેનું પ્રોમીસરી નોટ નોટરી લખાણ કરાવેલ તે રકમ ચુકવણી કરવા પેટે અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ રૂપીયા ૧૨,૦૦,૦૦૦/- ની રકમના કુલ બે ચેકો જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાને આપેલ હતા.જે ચેકો બેંકમાં જમા કરાવતા તે ચેકો રીર્ટન થયા હતા. જેથી ફરીયાદીએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયા સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૪ થી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદ તરફે વકીલ પ્રદિપ કે. કાટીયા દ્વારા કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીના જયુડી.મેજી.ફ.ક.સાહેબની કોર્ટએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકોની બાકી નીકળતી ૨કમ રૂા. ૨૫,૦૦,૦૦૦/-ની રકમ તથા ચેકોની રકમના ૨૦ ટકા એટલે ૫,૦૦,૦૦૦/- આમ કુલ રકમ રૂા. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ) નો દંડ ફટકાયો છે. અને તે દંડની રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. જો આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવે છે. આ કામમાં ફરીયાદી તરફે જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા રોકાયેલ હતા.