મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 મુખ્ય રોડના કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું નાયબ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં (1) યદુનંદન ગેટથી આવાસ યોજના સુધી(લીલાપર રોડ), (2) વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી, (3) પુનમ મોબાઈલથી શિવાની સીઝન સેન્ટર સુધી અને (4) સુપર ટોકીઝ થી ત્રિકોણબાગ સુધી ડામર રોડ રીસર્ફેસીંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવાયુ છે.