મોરબી : હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ જે મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો તે સ્થગિત રાખવામાં આવ્યો છે. તારીખ 10 મે ને શનિવારથી બજરંગ દળ અને દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગ શરૂ થનાર હતા. આ પ્રશિણ વર્ગ હાલની દેશની પરિસ્તિતિ અને માહોલને ધ્યાનમાં રાખીને સ્થગિત કરી દેવાયો છે. નવું આયોજન કરવામાં આવશે તે પ્રમાણે જાણ કરવામાં આવશે તેમ જણાવાયું છે.