મોરબી : મોરબીના આમરણ સ્થિત હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ આવતીકાલે તારીખ 10 મે ને શનિવારના રોજ ઉજવવામાં આવનાર છે. ત્યારે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને શનિવારે સવારે ફરજ નમાઝથી રાત્રિના 10 કલાક સુધી તમામ આશિકાને દાવલશાહ, મુરીદો તેમજ ચાહકો એ સલામ કરી લેવા ગુઝારીશ કરાઈ છે. રાત્રે 10 કલાક બાદ બ્લેકઆઉટ કરવાનું હોવાથી તમામ લોકોએ રાત્રિના 10 કલાક સુધીમાં જ સલામ દુઆ કરી પોતાના ઘરે નીકળી જવા અનુરોધ કરાયો છે.