મોરબી : પશ્ચિમ રેલ્વેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને એક દિવસ માટે રદ કરવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે: ૧૦.૦૫.૨૦૨૫ ના રોજની ટ્રેન નં. ૦૯૪૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ અને ટ્રેન નં. ૦૯૪૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ રદ કરવામાં આવી છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.