કલેકટર અને જિલ્લા પોલીસ વડાની નિગરાનીમાં સારા પોલીસ અધિકારી તથા મહેસુલ અધિકારીની ટીમ બનાવીને તપાસ કમિટી નીમીને આવા ખેડુતોને ન્યાય આપવાની માંગમોરબી : મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના ખેડૂતોની અનેક વ્યાજખોર ભુમાફિયાઓએ જમીન પચાવી પાડી હોવાનું જણાવી આ કૃત્ય કરનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા જિલ્લા કલેકટરનર આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદનમાં જણાવાયુ છે કે હાલ દેશમાં યુધ્ધની પરિસ્થિતિ જેવો સમય છે ત્યારે પાટીદાર યુવા સેવા સંગઠનના યુવાનો તમામ મદદ કરવા ઉત્સુક અને ખડે પગે છીએ. હાલની પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની અંદર પાટીદારો તેમજ અન્ય સમાજના ખેડુતોને વ્યાજખોરો ભૂમાફિયાઓ તેમજ કાગળ ઉપર ચીટીંગ કરતી ટોળકીઓએ અનેક ખેડુતોની જમીન પચાવી પાડેલ છે આવા લોકોએ જે ખેડૂતોની જમીન પચાવી પાડેલ છે. તે ખેડુતોને ન્યાય અપાવવા માટે કલેકટર સમક્ષ માંગ છે કે આવા ખેડુતોને ન્યાય મળે તે માટે મોરબી જિલ્લા એસ.પી. તેમજ આપની નિગરાનીમાં સારા પોલીસ અધિકારી તેમજ મહેસુલ અધિકારીની ટીમ બનાવીને એક અલગથી તપાસ કમિટી નીમીને આવા ખેડુતોને ન્યાય મળે.હાલ ન્યુઝ પેપરના માધ્યમોથી જાણવા મળેલ છે કે મોરબીના આજુ-બાજુના ગામડાઓની કિંમતી જમીનો વ્યાજખોરો ઉચ્ચા વ્યાજે પૈસાનું ધીરાણ કરીને ખેડૂતોની જમીન પચાવી રહ્યા છે જેમાં હાલજ એક ખેડુત સંજય અધારાનો દાખલો આપણી સામે છે જેમા ૮ લાખ ઉચ્ચા વ્યાજે આપીને કરોડોની જમીન ધાકધમકીથી પચાવી પાડવાનુ ષડયંત્ર સામે આવેલ છે. આવા અનેક કેસો મોરબી જિલ્લાના અનેક ગામોના અનેક ખેડૂતો સાથે બનેલ છે જેની યાદી અમારી પાસે છે. સંજય અધારા જેવા અનેક ખેડૂતોના કેસમાં મોરબી જિલ્લા એસ.પી.ની નિગરાનીમાં ઉચ્ચ અધિકારી જો તપાસ કરે તોજ ખેડૂતોને ન્યાય મળે એમ છે. સંજય અધારા સાથે જે ઘટના બનેલ છે તેમા બન્ને આરોપીઓ સામે ગુજરાતમાં અલગ ખલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગંભીર પ્રકારના ગુનાઓ ખુબ મોટા પ્રમાણમાં નોંધાયેલા છે. આ લોકો ટોળકી રચી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરી પૂર્વક સંજય અધારા જેવા અનેક ખેડુતોના સાટાખત ભરી લેવા, સોદાખત કરી લેવા તેમજ દસ્તાવેજ કરી લેવા આવા ક્રિમીનલ માણસો અનેક ખેડુતોની આજીવિકા સમાન પોતાના બાપ-દાદાની જમીન તથા મિલકતો ધાકધમકીથી પચાવી પાડેલના અનેક દાખલાઓ બહાર આવે એમ છે.છેલ્લા ૬ મહિનાની અંદર મોરબી જિલ્લામાં આવા વ્યાજખોરોના ત્રાસથી અનેક પાટીદાર યુવાનોએ તેમજ ખેડૂતોએ આત્મહત્યા કરેલ છે. આ સંજય અધારાનો પરીવાર પણ આત્મહત્યા કરી લે તેવી પુરી શકયતા હતી. પરંતુ સામાજિક સમજણથી અમે તેને રોકેલ છે તેમના પત્નીએ બે વાર દવા પીધેલ છે જેના હોસ્પીટલના પુરાવા અમારી પાસે છે. પરંતુ આવા કેસની અંદર ફરીયાદ પણ નોંધાયેલ નથી. જો આવી બાબતોમાં પણ ઉંડી તપાસ થાય તો આવા અનેક વ્યાજખોરોના નામ બહાર આવી શકે એમ છે.મનોજભાઈ પનારાએ આ મામલે જણાવ્યું કે નાની રકમમાં કરોડોની જમીન પચાવી પાડવાના અમારી પાસે 25 કેસ એવા છે જે પરિવારો ખૂલીને સામે આવ્યા છે બીજી યાદી તો અલગ છે. અમુક અધિકારીઓ સારા છે જે તપાસ કરે છે. અમુક અધિકારીઓ આરોપીઓ પાસેથી પૈસા લઈ ફરિયાદીને જ હેરાન કરે છે. કલેકટર અને એસપી સમક્ષ માંગ છે. આવા કેસોને ગંભીરતાથી લઈ સારા અધિકારીને તપાસ અપાઈ. જો આ મામલે કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવામાં આવશે. સંજયભાઈ અધારાએ જણાવ્યું કે મે 8 લાખ લીધા હતા. મને એમ કહેવામાં આવ્યું કે હવે 1.35 કરોડ આપવાના રહેશે. મારી પાસે જમીન લખાવી લેવામાં આવી હતી. જો કે બાદમાં સમાધાન કરી રકમ પરત આપી અગાઉ મે જમીન લખી દીધી હતી તે પરત પણ લખાવી દીધી છે. પણ હજી મને ધમકીઓ મળે છે કે પૈસા આપવાના છે.