મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુસીડી શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા આગામી તારીખ 14 મેના રોજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તારીખ 14 મેના રોજ મોરબીના સરદાર રોડ પર ખારાકુવા શેરી જુના બસસ્ટેન્ડ પાસે આવાલે સહયોગ કોમ્પલેક્ષમાં મોરબી મનપાની યુસીડી શાખ ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ યોજનાનો લાભ શહેરી વિસ્તારના જેવાકે, દૂધ/દહીં વેચનાર, બ્યૂટીપાર્લર, ભરતકામ, વાહન સર્વિસ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટીંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રીપેરીંગ કરનાર, અથાણા/પાપડ બનાવનાર, પંચર કામ કરનાર, વગેરે જેવા કામ કરતા કારીગરો આ યોજનાનો લાભ લઇ શકશે. અરજી સાથે જરૂરી આધારો જેવાકે, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, પાસપોર્ટ ફોટા, આધાર સાથે લીંક મોબાઈલ તથા અરજદારનું એકરારનામું જોડવા જણાવાયું છે.