દરેક ક્લસ્ટરમાં વર્ક આસીસ્ટન્ટ, સેનીટરી સબ ઇન્સ્પેક્ટર, રીકવરી ઓફિસર અને સર્વેયર આમ 4 કર્મચારીઓની નિમણુંકમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય અને તમામ કામો ઝડપી બને તેવા હેતુથી 11 ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. હવે ફરિયાદોનો નિકાલ ક્લસ્ટર કક્ષાએ કરવામાં આવશે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ જુદી જુદી ગ્રામ પંચાયતો તથા શહેરના તમામ ઈલેક્શન વોર્ડના નાગરિકોને મહાનગરપાલિકાના કામમાં સરળતા રહે તેમજ લોકોને પોતાની જરૂરી સુવિધાઓ તેમના રહેણાંક વિસ્તારથી નજીકમાં ઉપલબ્ધ થાય તેવા હેતુથી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા 11 ક્લસ્ટરની રચના કરવામાં આવેલ છે. આ દરેક ક્લસ્ટરમાં વર્ક આસીસ્ટન્ટ, સેનીટરી સબ ઇન્સ્પેક્ટર, રીકવરી ઓફિસર અને સર્વેયર આમ કુલ 4 કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ છે. આ ક્લસ્ટરમાં ફરિયાદો જેવી કે પાણીની સમસ્યા, ગટર અંગેની ફરિયાદો,સ્વચ્છતા અંગેની ફરિયાદો સ્વીકારવામાં આવશે અને તેનો ક્લસ્ટરમાંથીજ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ સિવાય નગરવાસીઓ પોતાની મૂળભૂત સુવિધાને લગતી ફરિયાદો enagar.gujarat.gov.in માં ઘેર બેઠા પણ કરી શકશે જેનો ત્વરિત નિકાલ આ ક્લસ્ટર મારફતે થઇ શકશે.કોણ શુ કામગીરી કરશે ? વર્ક આસિસ્ટન્ટ : - સીવીલ કામના કન્ટ્રકશન વર્કના કામો, રોડ રસ્તાના કામો, ભુગર્ભ રીપેરીગને લગતા કામો, પાણીના પ્રશ્નો, ગાર્ડનને લગતા કામો, ટ્રાફિક& ટ્રાન્સપોર્ટ ના કામો, રોશનીના કામો વગેરે કામગીરી કરશે.સર્વેયર :- ગેરકાયદેસર બાંધકામ અટકાવવા નોટીસ આપવી. બાંધકામ મંજુરીમાં સ્થળ તપાસ, બી.યુ.પરમીશન, ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા અંગેનું સર્વે દબાણ દુર કરવા અંગેનું સર્વે કરવું વગેરે કામગીરી કરશે.સબ સેનીટરી ઇન્સપેકટર :- સફાઈ કામનું સુપરવીઝન, ગટર સફાઈ તથા કચરાના ઢગલા ઉપાડવાનું સુપરવિઝન તેમજ સફાઈને લગતું તમામ સુપરવિઝન કામ કરશે.રીકવરી ઓફિસર :- મ.ન.પા.ના તમામ વેરાઓ નું અસરકારક કલેકશન કરવું. તેમજ બાકી દારોને નોટીસ-વોરંટ આપવા તથા મિલકત જપ્તી કરવા સુધીની કાર્યવાહી કરશે.