સાયબર ગઠિયાઓનો નવો કિમીયો હોવાની શક્યતા : મોરબીના અનેક પોલિટીકલ વોટ્સએપ ગ્રુપને બનાવ્યા નિશાનમોરબી : મોરબીમાં આજે રાત્રીના સમયે અનેક વોટ્સએપ ગૃપમાં અભદ્ર વિડીયો સહિતના મેસેજોનો મારો થયો હોય જેની ફાઇલ ખોલતા જ મોબાઈલ હેંગ થઈ જતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જેથી લોકો અજાણી ફાઇલ ખોલતા ચેતી જાય તે જરૂરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાત્રીના સમયે મોરબીના અનેક પોલિટિકલ તેમજ અન્ય વોટ્સએપ ગ્રુપને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવી ધડાધડ અભદ્ર વિડીયો, એપ અને મેસેજ નાખ્યા હતા. ઘણા લોકોએ એપ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેંગ થઈ ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જો કે તમામ ગ્રુપના એડમીનો આ મેસેજ ડીલીટ કરવાના કામે લાગ્યા હતા. ઉપરાંત જે એકાઉન્ટમાંથી આ મેસેજનો મારો ચલાવવામાં આવ્યો હતો તે એકાઉન્ટને રિમુવ કરવામાં આવ્યું હતું. એક એકાઉન્ટનું નામ રિયા લાઈવ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ લોકોને અપીલ છે કે વોટ્સએપમાં કોઈ પણ અજાણી ફાઇલ ખોલવી નહિ. જેથી સાયબર ફ્રોડથી બચી શકાય.