મોરબી જિલ્લા પોલીસની સોશિયલ મીડિયા ઉપર બાજનજર મોરબી : હાલ યુદ્ધની સ્થિતિમાં ફેક ન્યુઝ ફેલાવશો કે રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરશો તો આકરી કાર્યવાહી થશે. મોરબી જિલ્લા પોલીસ સોશિયલ મીડિયા ઉપર હાલ બાજનજર રાખી રહી છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લઇ કોઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ, ભારતની એકતા અને સંપ્રભુતા પર અસર કરતી ખોટી માહિતી કે ફેકન્યુઝ તથા સેનાના મનોબળને ઓછુ કરે તેવી પોસ્ટ કરવી નહી.મોરબી જીલ્લા સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાજ નજર રાખવામા આવી રહી છે. આવા પ્રકારની પોસ્ટ કરનાર સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.