મોરબી : મોરબીના વોર્ડ નંબર 4ના પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીના માતા પૂંજીબેન રામજીભાઈ સોલંકીનું 5 મેના રોજ અવસાન થયું હતું. આજ રોજ 9 મેએ તેમનું બેસણું યોજાયું હતું. ત્યારે ગૌતમભાઈ સોલંકી દ્વારા તેમના સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના વિસ્તારના બાળકોને ફ્રુટનું વિતરણ કર્યું હતું. બાળકોએ પણ સદગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.