મોરબી : મૂળ મુળી તાલુકાના દીગસર ગામના વતની અને હાલ મોરબીના ઘુંટુના હરીઓમ પાર્કમાં રહેતા પૂર્વ આર્મી જવાન ભરતગીરી ચંદુગીરી ગોસ્વામીએ પોતાને મળેલો મોબાઈલ મૂળ માલીકને પરત કરીને પ્રમાણિકતા દાખવી છે. ભરતગીરી ગોસ્વામીને મોરબીના બાપા સીતારામ ચોક રવાપરથી એપલ કંપનીનો મોંઘો મોબાઈલ મળ્યો હતો. આ મોબાઈલના મૂળ માલીલ ત્રાજપરના અમિતભાઈ કાવરનો હોય તેઓની શોધખોળ કરીને ખાતરી કરીને પરત કર્યો હતો. ભરતગીરી ગોસ્વામીની આ પ્રમાણિકતાને મોબાઈલના માલીકે બિરદાવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.