મોરબી : 8 મેના રોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. કુલ 275 વિદ્યાર્થીઓમાંથી 274 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતા 99.64 ટકા પરિણામ આવ્યું છે. જેમાંથી 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. 99થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 અને 95થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 અને 90થી વધુ પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી છે. આ ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવાયા છે.