અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાય : મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટ્યામોરબી : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. સાંજે 6:30 વાગ્યા સુધીમાં અહીં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. હજુ 200થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સહીતના ઉપસ્થિત રહ્યા છે.