મોરબી : બગથળાની સરકારી અનુદાનિત માધ્યમિક શાળા શ્રી હરિ નકલંક વિદ્યાલયે ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે. શાળાના બે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 6 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઝળક્યા છે.બગથળા ગ્રામ પંચાયત સંચાલિત સરકારી અનુદાનિત માધ્યમિક શાળા શ્રી હરિ નકલંક વિદ્યાલયનું માર્ચ 2025 SSCનું ઝળહળતું 94.59% પરિણામ આવ્યું છે. શાળાના કુલ 37 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ઉચ્ચ પરિણામ બદલ વિદ્યાર્થીઓને શિક્ષકોએ તથા શાળાના આચાર્ય સુરેશભાઇ બી. સદાતિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.