ટંકારા : ટંકારા એજ્યુકેશન સોસાયટી- ટંકારા સંચાલિત એમ.પી. દોશી વિદ્યાલયે ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. ગ્રાન્ટેડ શાળા એમ.પી. દોશી વિદ્યાલયે ધોરણ 10માં 78.41 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં સૌથી વધુ 96.36 પીઆર સાથે સહીમ રફીકભાઈ ભુંગરે પ્રથમ નંબર, 92.72 પીઆર સાથે મિત જીતેન્દ્રભાઈ ભાગીયાએ બીજો નંબર અને 91.62 પીઆર સાથે ધાર્મિક વલ્લભભાઈ લાઠીયાએ ત્રીજો નંબર મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા બદલ શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ, આચાર્ય વિજયભાઈ કણઝારીયા તથા શિક્ષકો તરફથી શુભેચ્છા પાઠવાઈ છે.