હળવદ : હળવદના સામાજિક અગ્રણી અને સમ્યક ગ્રુપ અમદાવાદના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ દવેના પુત્ર કુશ અને યુગ બંને દીકરાઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થતા ગૌવંશને કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવા શુભ આશયથી શ્રી રામ ગૌશાળા ખાતે 800 ઉપરાંત ગૌમાતા અને ગૌવંશને 2100 કિલો એટલે કે 2 ટનથી પણ વધુ તરબૂચ પીરસવામાં આવ્યા હતા. આ શુભ કાર્ય થકી પોતાના બાળકો SSC બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા આ શુભ કાર્ય થકી ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી.