પોલીસના જવાનાએ યોગ, પ્રાણાયામ, ધ્યાન કર્યામોરબી : પોલીસ જવાનો પોતાની જવાબદારીઓના કારણે ઘણી વખત શારીરિક અને માનસિક તણાવ અનુભવતા હોય છે ત્યારે પોલીસના જવાનોના તન અને મનને તંદુરસ્ત રાખવા માટે સિદ્ધ સમાધિ યોગનું આયોજન મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું.યોગ, પ્રાણાયામ, યોગાસન અને ધ્યાન નિયમિત યોગ-પ્રાણાયામ કરવાથી તન તંદુરસ્ત બને છે. મન મજબૂત બને છે એવા શુભ હેતુ સાથે ઋષિ પ્રભાકરજી પ્રેરિત સિદ્ધ સમાધિ યોગ (SSY) ના આચાર્ય રાજુ પટેલ અને નવનીતભાઈ કુંડારિયા બંને આચાર્યોએ મોરબીના મકનસર ખાતેના પોલીસ હેડક્વાર્ટર મુકામે વહેલી સવારે પોલીસ જવાનો અને બહેનોને યોગ - પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ-પ્રાણાયામ- ધ્યાનનો સમગ્ર કાર્યક્રમ પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણા બધા જવાનો અને બહેનોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.