મોરબી : પહલગામ હુમલાના જવાબના ભાગરૂપે ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” ને અંજામ આપ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય સેના માટે ગર્વ સાથે ખુશીનો માહોલ તો છે પણ સાથે સાથે પાકિસ્તાન પણ કોઈપણ સમયે પ્રતિકાર રૂપે હુમલો કરી શકે છે. જેને લઈને મોરબીનું શક્તિ ગ્રુપ પણ સ્ટેન્ડબાય થઈ ગયું છે અને યુદ્ધની સંભવિત પરિસ્થિતિમાં કોઈને બ્લડની જરૂર ઉભી થાય તો પૂરું પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોરબીમાં બ્લડની દરેક ઈમરજન્સીમાં જરૂરિયાત પૂરી પાડતું યુવા શક્તિ ગ્રુપ સંભવિત માહોલને ધ્યાનમાં રાખી મોરબીની અલગ અલગ સંસ્થાઓ, મોરબી વહીવટી તંત્ર સાથે કોઓર્ડીનેટ કરી રહી છે ત્યારે યુવા શક્તિ ગ્રુપ- મોરબી ઈમરજન્સી બ્લડની કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવા સ્ટેન્ડ બાય રહેશે. કોઈ પણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે ગ્રુપના હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાની યાદીમાં જાણવામાં આવ્યું છે.