મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ 29 એપ્રિલ થી 4 મે સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ પૈકી 3 હોસ્પિટલમાં 48 સ્ટાફને, હોટલ પૈકી 3 હોટલના 29 સ્ટાફને ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોટલોનું સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરાયું હતું અને ફાયર NOC ન ધરાવતી હોટલને નોટિસ આપવામાં આવી છે.ફાયર સેફ્ટીના ચેકિંગ દરમિયાન 28 હોસ્પિટલમાં, 22 શાળામાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચના અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. વધુમાં મોરબી જિલ્લામાં 6 જુદી જુદી જગ્યા આગના બનાવ અને એક રેસ્ક્યૂ કોલમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્તળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો. જો કોઈ આગની દુર્ઘટના થાય તો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.