પ્રેશર કૂકર અને સોલાર કૂકરની ઉપયોગિતા વિશેની માહિતી જાણો ડો. હેમાંગી ડી. મહેતા પાસેથીમોરબી : સામાન્ય રીતે આપણે પ્રેશર કુકરમાં બનેલી વાનગીઓ આરોગતા હોઈએ છીએ. ત્યારે પ્રેશર કુકરમાં રાંધવું યોગ્ય છે કે કેમ ? તે અંગે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. હેમાંગી ડી. મહેતાએ ખૂબ જ જરૂરી અને ઉપયોગી માહિતી આપી છે. પ્રેશરકુકરમાં રાંધવું યોગ્ય છે કે કેમ ?ડો. હેમાંગી મહેતાના જણાવ્યા પ્રમાણે પ્રેશક કુકરમાં રાંધવું યોગ્ય નથી. એનાં કારણો જાણવા જેવાં છે. પહેલાં તો પ્રેશર કુકર એટલે શું તે જાણીએ. પ્રેશર એટલે દબાણ. કુકર એટલે રાંધવાનું વાસણ અથવા ડબ્બો. કુકર પણ બે પ્રકારનાં હોય. એક સાદું કુકર અને બીજું પ્રેશર કુકર. સાદા કુકરમાં મૂકેલી વાનગી માત્ર વરાળથી બફાય. પ્રેશર કુકરમાં રાખેલી વાનગી વરાળ ઉપરાંત દબાણથી બફાય. દબાણને કારણે વાનગી બફાવા કરતાં ગળવાની શક્યતા જ વધુ હોય છે. બફાયેલી વાનગી ચઢી જાય તેથી ગળી જાય. દબાયેલી વાનગી ચઢ્યા વગર ગળી જાય. ચઢવાને કારણે વાનગી સુપાચ્ય બનવી જોઈએ પરંતુ પ્રેશરને કારણે ગળેલી વાનગી એટલી સુપાચ્ય ન બને. તેથી પ્રેશર કુકર કરતાં સાદું કુકર વાપરવું સારું.સાદા કુકરમાં વરાળથી વાનગી ચઢવાને બદલે સીધેસીધી ચઢે તે વધારે સારું. વરાળથી જલદી ચઢે, કદાચ બળતણ ઓછું વપરાય, હલાવવાની કચકચ ન કરવી પડે, નીચે ચોંટી જવાની કે ઊભરાઈ જવાની ચિંતાન રહે એ બધું સાચું પરંતુ સીધી ચઢાવેલી વાનગીમાં વધુ પોષકતા હોય છે એ પણ એટલું જ સાચું છે. તેથી સાદું કુકર પણ ન વાપરવું વધુ સારું. મૂઠિયાં, ઢોકળાં, પત્તરવેલિયાં, ખીચું વગેરે બાફીને બનાવવાની વસ્તુઓ ચાળણીમાં અથવા સાદા કુકરમાં મૂકીને બાફવામાં કંઈ વાંધો નથી.આ બાબતમાં શાસ્ત્ર કરતાં પણ આપણી જીભ વધુ માર્ગદર્શક છે. સીધી બનાવેલી ખીચડી, સાદા કુકરમાં બનાવેલી ખીચડી અને પ્રેશર કુકરમાં બનાવેલી ખીચડી જુદા જુદા સ્વાદવાળી જ હોય છે. સીધી બનાવેલી ખીચડી સહુથી વધુ સ્વાદિષ્ટ હોય છે એ તો સહુના અનુભવની બાબત છે. હા, જેણે પ્રેશર કુકરમાં બન્યા સિવાયનું કદી ચાખ્યું ન હોય એની વાત જુદી છે.પ્રેશર કુકરમાં પણ વાનગી રાંધવાની રીત હોય છે. પ્રેશર કુકરમાં દાળ, ભાત, શાક વગેરેના ડબ્બા હોય છે. કુકરમાં પાણી નાખીને પછી ડબ્બામાં દાળ, ચોખા, શાક રાખીને તેમાં જરૂર પૂરતું પાણી નાખીને કુકર ચૂલે ચઢાવાય છે. કુકરના ઉપરના ઢાંકણામાં વચ્ચે કાણું હોય છે અને એ કાણું બંધ કરવા માટે દટ્ટો હોય છે. કુકરનો ડબ્બો અને ઢાંકણું ચપોચપ બંધ થઈ જાય અને એમાંથી વરાળ જરા પણ બહાર ન નીકળે તે માટે વચ્ચે રબરની રિંગ હોય છે. આ રીતે ચપોચપ બંધ થયેલા કુકરમાં વરાળ બંધાવા લાગે છે. આ વરાળનું પ્રેશર થવા લાગે છે. પ્રેશર અને વરાળ બંનેથી અંદરની વસ્તુ ચઢવા લાગે છે. વરાળનું પ્રેશર જ્યારે વધી જાય ત્યારે ઉપરના કાણા ઉપરનો દટ્ટો ઊંચો થાય છે ને વધારાની વરાળ બહાર નીકળી જાય છે. વરાળ નીકળી જાય એટલે દટ્ટો પાછો કાણાને બંધ કરી દે છે. ફરી વરાળનું પ્રેશર વધે એટલે ફરીથી દટ્ટો ઊંચો થઈને વધારાની વરાળ બહાર નીકળી જાય છે. પ્રચલિત ભાષામાં એને સીટી વાગી એમ કહે છે. સામાન્ય રીતે બે કે ત્રણ સીટી વાગે એટલામાં અંદરની વાનગીઓ ચઢી જાય છે.હવે, આ કુકર એલ્યુમિનિયમનું પણ આવે છે અને સ્ટીલનું પણ આવે છે. બહારના ડબ્બા અને અંદરના બધા ડબ્બા એલ્યુમિનિયમના હોય, બહારના અને અંદરના બધા ડબા સ્ટીલના હોય અને બહારનો ડબ્બો એલ્યુમિનિયમનો અને અંદરના સ્ટીલના એવું બને છે. સ્ટીલના ડબ્બા હોય તો ઓછું નુકસાન કરે છે, એલ્યુમિનિયમના હોય તો વધુ નુકસાન કરે છે. વળી કેટલીક ગૃહિણીઓ ડબ્બાનો ઉપયોગ કરવાને બદલે સીધે સીધા કુકરમાં જ દાળ, શાક, ખીચડી વગેરે બનાવે છે. કુકરનો ઉપયોગ આ રીતે કરવાનો હોતો નથી. એમાં ડબ્બામાં મૂકીને જ રાંધવાનું હોય છે. આ બધું જોતાં કુકરનો ઉપયોગ માત્ર બળતણ અને સમય જ બચાવે છે. હલાવવાની, ન હલાવીએ તો વાનગી બળવાની, વારે વારે ધ્યાન આપવાની ચિંતા રહેતી નથી એ સાચું પણ સગવડ વધારવા જતાં સ્વાદ અને પૌષ્ટિકતા બંને ઉપર એનું વિપરીત પરિણામ તો થાય જ છે. તેથી મજબૂરી ન હોય તો વિવેકી ગૃહિણીઓએ પ્રેશર કુકરનો ઉપયોગ જરૂર હોય તાત્કાલીક તો જ કરવો. નહિતર સોલાર કુકરનો ઉપયોગ કરવો. સોલાર કુકર સોલાર કૂકર એ એક પ્રકારનું રસોડાનું સાધન છે, જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક તૈયાર કરે છે. આ કૂકર સૂર્યપ્રકાશને આવર્તક/પ્રતિબિંબક સપાટીઓ દ્વારા કેન્દ્રિત કરે છે, જેના કારણે ઊર્જા એકઠી થાય છે અને ગરમી પેદા થાય છે. મુખ્ય રીતે ત્રણ પ્રકારના સોલાર કૂકર હોય છે: 1. પેરાબોલિક (અહીં પરાવર્તક) કૂકર – જે ખૂબ ઝડપથી ઊંચું તાપમાન પેદા કરે છે. 2. બોક્સ ટાઈપ કૂકર – સરળ વપરાશ માટે અને ધીમા ગતિએ રસોઈ માટે યોગ્ય. 3. વેક્યૂમ ટ્યુબ કૂકર – વધુ કાર્યક્ષમતા અને તમામ પ્રકારના વાતાવરણમાં સારું કામ કરે છે.સોલાર કુકરના ફાયદાઓ- ઈંધણ વિના રસોઈ થાય છે.- પર્યાવરણને કોઈ નુકસાન નથી.- ઓછી કિંમતમાં લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.1. બોક્સ પ્રકારના સોલાર કુકરનો ઉપયોગઆ સૌથી સામાન્ય પ્રકાર છે. તેમાં એક અંધારું રંગનું પેટી હોય છે જેના ઉપર કાચનું ઢાંકણ મુકવામાં આવે છે. તેમાં ખોરાકનો વાસણ મૂકીને કાચનું ઢાંકણ બંધ કરી દેવાય છે. ઉપરનો પરાવર્તક (મિરર) સૂર્યપ્રકાશને અંદર કેન્દ્રિત કરે છે, જેથી તાપમાન વધે છે. ધીમે તાપે રસોઈ થાય છે, જેમ કે: દાળ-ચોખા, શાકભાજી, ઉકાળી કે બાફી શકાય તેવી વસ્તુઓ.2. પેરાબોલિક સોલાર કુકરઆ કુકર વાસણને સીધા સૂર્યપ્રકાશમાં કેન્દ્રિત કરે છે અને અત્યંત ઊંચું તાપમાન પેદા કરે છે (150°C થી 200°C સુધી) તેમાં તમે સીધી તાવમાં થતી વસ્તુઓ બનાવી શકો. જેમ કે રોટલી, સોતળેલા નાસ્તા, ચા-કોફી વગેરે.3. વેક્યૂમ ટ્યુબ સોલાર કૂકરઆમાં વેક્યૂમ ટ્યુબ હોય છે જે સૂર્યપ્રકાશને ઝડપથી શોષી ગરમી પેદા કરે છે. તે ઓલ સીઝનમાં પણ સારું કામ કરે છે.સોલાર કુકરનો કઈ રીતે ઉપયોગ કરવો?કૂકરને ખુલ્લી જગ્યા પર મૂકવી કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો પડે. ખોરાક તૈયાર કરીને કૂકરમાં મુકી દેવું. દર 20-30 મિનિટે કૂકરને સૂર્યની દિશામાં જમાવવું (ખાસ કરીને પેરાબોલિક માટે).સાવચેતી શું રાખવી ?હંમેશાં ચમકદાર સપાટીઓને હાથ ન લગાડો...