ખેતીવાડી અને રહેણાક વિસ્તારમાં અનેક વીજ પોલ અને ટીસી પડી ગયાટંકારા : ટંકારામાં ગઈકાલે વરસેલા વરસાદ અને ભારે પવનના કારણે પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારે પવન અને વરસાદના કારણે ટંકારા પંથકમાં 50 જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે. સાથે જ 2 ટીસી પણ પડી ગયા છે. તાત્કાલિક ધોરણે પીજીવીસીએલ દ્વારા રહેણાક વિસ્તારમાં સમારકામ કરીને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.ખેતીવાડીના ફીડરો જેવા કે ઓટાળા, નેસડા, સાવડી, સરાયા, બંગાવડી સહિતના વિસ્તારોમાં વીજપોલ પડી જતાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. વરાપ થયા બાદ ખેતરમાં જઈ શકાય ત્યારે પીજીવીસીએલ દ્વારા આ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે જણાવાયું છે.