માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાની મોટી બરાર મોડેલ સ્કૂલે મારી શાળા, સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બાદ ધોરણ 10માં પણ શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતું 100 ટકા પરિણામ મેળવ્યું છે. આજ રોજ તારીખ 08/05/2025 ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોડેલ સ્કૂલ-મોટીબરારે ધોરણ 10નું 100% પરિણામ પ્રાપ્ત કરી મોરબી જિલ્લામાં ડંકો વગાડી દીધો છે. જેમાં સૌથી વધુ 99.35 PR સાથે કાનગડ તેજસ્વી વિક્રમભાઈએ A1 ગ્રેડ મેળવી પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે 94.24 PR સાથે ડાંગર ધરતી ધીરૂભાઈ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો 92.54 PR સાથે મુછડિયા કવિતા અજિતભાઈએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું શાળાનું પરિણામ 100 % આવ્યું હતું. જેમાં 95.74 PR સાથે બોરીચા દિક્ષિત માવજીભાઈએ પ્રથમ ક્રમ, 95.59 PR સાથે ચાવડા સૃષ્ટિ ભાનુભાઈએ બીજો ક્રમ તેમજ 92.28 PR સાથે ચાવડા ક્રિષ્ના મનસુખભાઈએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહનું શાળાનું પરિણામ 90.91% પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમ અંબાણી વૈદેહી અશોકભાઈ, બીજો ક્રમ વાણિયા હેત્વી દેવજીભાઈ તેમજ ત્રીજો ક્રમ પરમાર નિહારીકા પ્રવિણભાઈએ પ્રાપ્ત કર્યો છે.આ તમામ વિદ્યાર્થીઓને ઝળહળતું પરિણામ લાવવા બદલ તથા પ્રગતિના શિખરો સર કરવા બદલ શાળાના આચાર્ય બી.એન.વીડજા તથા શિક્ષકગણ તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.