મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદની આગાહીને પગલે માવઠું પડી રહ્યું છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8 મે ને ગુરુવારના રોજ મોટાભાગની જણસીની આવક થઈ નથી. માત્ર જીરું, જુવાર, મેથી. એરંડા અને રાયડા તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 62 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4070 રૂપિયા સુધી બોલાયા છે. જુવારના 645, મેથીના 948, એરંડાના 1166 અને રાયડાના 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.