મોરબી : મોરબીના પ્લોટ-12 તથા આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધયુક્ત ગંદા પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ મામલે ડો. પ્રેયસ પંડ્યા સહિતના તબીબોએ જણાવ્યું છે કે છેલ્લા 7 દિવસથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે. જેનાથી માંદગી ફેલાઈ તેવી શકયતા છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરવાના પ્રયાસો કર્યા છે પણ કોઈ ફોન ઉપાડતું નથી. મોરબી હવે મહાપાલિકા થઈ છે. નાગરિકોને યોગ્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ છે.