મેડિકલ કોલેજ ખાતે રક્તદાનમાં ઉમટી પડી દેશપ્રેમ દેખાડવા હાંકલમોરબી : યુદ્ધની સ્થિતિ વચ્ચે આરોગ્ય સેવા સઘન બને તે જરૂરી છે. ત્યારે લોહીની અછત ન સર્જાય તે માટે મોરબીના રેલવે સ્ટેશન સામે આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે કાલે તા.9ને શુક્રવારે સાંજે 4થી 8 વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પ યોજાનાર છે. આ મામલે જણાવાયુ છે કે મોરબી જિલ્લો ભારત - પાક બોર્ડર નજીક આવેલો જિલ્લો છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઇમરજન્સી કટોકટીને ધ્યાને લઇ દેશ હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરીયાત પૂર્ણ થાય તે માટે તમામ સામાજિક અને સેવાકીય અને ધાર્મિક સંગઠનો તમામ એસોસિએશન અને મોરબીના તમામ રાષ્ટ્ર ભક્ત નાગરિકો આગળ આવીને રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.