ટંકારા : આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારાની ગ્રાન્ટેડ શાળા મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયનું 88.78 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ પીઆર સાથે રોનક રામભાઈ ઝાપડાએ 91.50 ટકા સાથે 97.14 પીઆર મેળવી પ્રથમ નંબર મેળવ્યા છે. જ્યારે 95.93 પીઆર સાથે અમન આરીફભાઈ વડગામાએ 90 ટકા સાથે બીજો નંબર મેળવ્યો છે. સુજલ સંતોષભાઈ કુંઢિયાએ 95.34 પીઆર સાથે 89.33 ટકા મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો છે.તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા બદલ શાળાના સંચાલક મંડળના પ્રમુખ હસુભાઈ કંસારા, ટ્રસ્ટી જગદીશભાઈ પનારા, ટ્રસ્ટી જગદીશભાઈ કકાસણીયા, શાળાના આચાર્ય બી.ડી. કાસુન્દ્રા તથા શિક્ષકો તરફથી સુભેચ્છા પાઠવાઈ છે.