મોરબી : ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી ફરી એકવાર હુમલાનો પ્રયાસ કરાયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રિપ, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન તરફથી કરાયેલા ડ્રોન હુમલામાં ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન ડ્રોન હુમલાની સ્થિતિને લઈને ગુજરાતના કચ્છ-ભુજ, નલિયા, નખત્રાણા સહિતમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભુજમાં પણ ડ્રોન હુમલાના પ્રયાસ થયાના અહેવાલ મળે છે. જો કે આ હુમલો નિષ્ફળ ગયાનું જાણવા મળ્યું છે. હાલ કચ્છમાં બ્લેક આઉટની સાથે તંત્રને હાઈ એલર્ટ પર છે. જ્યારે મોરબીમાં પણ તંત્ર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ સ્થિતમાં લોકોને અફવા ન ફેલાવવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.