ટંકારા : ટંકારાના વ્યક્તિ પાસેથી હાથ ઉંછીના પૈસા લીધા બાદ તેનો ચેક આપવામાં આવતા આ ચેક રિટર્ન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને દંડ સાથેની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના લાખાબાવળ ગામે રહેતા લાલજીભાઈ મુળજીભાઈ વાઘેલાએ ટંકારાના હરિઓમ સોસાયટીમાં રહેતા અનિલભાઈ સવજીભાઈ ફેફર પાસેથી અંગત ઉપયોગ માટે રૂ 5,00,000/- સંબંધના દાવે લીધેલ હતા .આ રકમ પરત આપવા માટે લાલજીભાઈ મુળજીભાઈ વાઘેલા એ રૂ 5,00,000/- નો ચેક આપેલ હતા. જે પરત થતાં અનિલભાઈ ફેફરએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ટંકારના માહે. જ્યુડિ. મે.જી. સાહેબની કોર્ટમાં વકીલ રાહુલ ડી. ડાંગર મારફતે 13/03/2023 એ ફરિયાદ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના માહે જયુડિ. મેજી. એસ.જી.શેખ સાહેબએ આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.5,00,000/- નું વળતર ચુકવવું અને આરોપી એ વળતરની રકમ 60 દિવસમાં ફરિયાદીને ચુકવી આપવા હુકમ કર્યો છે. જો આ રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 3(ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. જેમાં ફરિયાદી તરફે અમિત પી. જાની તથા રાહુલભાઈ ડી ડાંગર , કેતન બી ચૌહાણ રોકાયેલા હતા.