મોરબી : મોરબીના ગાજીયા પરિવારની વિદ્યાર્થિની શ્રૃતિ મયુરભાઈ ગાજીયાએ ધોરણ 12ની પરીક્ષામાં 92 ટકા સાથે 99.35 પીઆર મેળવીને ગાજીયા પરિવાર તેમજ આહીર સમાજનું નામ રોશન કર્યું છે. શ્રૃતિએ સ્ટેટેસ્ટીક વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શ્રૃતિના પિતા મયુરભાઈ ગજીયા માર્કેટીંગ યાર્ડમાં નોકરી કરે છે. તેઓ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળમાં છેલ્લા દસ વર્ષથી મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમની દીકરી શ્રૃતિ ધોરણ 12 માં 92% સાથે ઉત્તીર્ણ થતાં સમગ્ર ગજીયા પરિવાર ખૂબ જ ગર્વ અને હર્ષની લાગણી અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.