ટંકારા : ટંકારા પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે. જેમાં ટંકારાના હીરાપર ગામ પાસે આવેલા લેવિટા પોલીપેકમાં ભારે પવનના કારણે છત પર રહેલી સોલાર પ્લેટોમાં મોટું નુકસાન થયું છે. પવનના કારણે છત પર લગાવવામાં આવેલી સોલાર પ્લેટોનો સોથ વળી ગયો હતો. અનેક સોલાર પ્લેટો ઉડીને છત પરથી નીચે પડી હતી. મળતી માહિતી પ્રમાણે કેટલીક સોલાર પ્લેટો આશરે 300 ફૂટ દૂર ફંગોળાઈને પડી હતી. જેના કારણે કંપનીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.