ટંકારા : આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ટંકારના હડમતિયાની માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયે 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. શાળાના તમામ 32 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાં શાળામાં પ્રથમ નંબરે દિવ્યા રણજીતસિંહ ડાભી 97.76 ટકા, બીજા નંબરે અંકિતા અશોકભાઈ ખાખરીયાએ 97.14 ટકા અને ત્રીજા નંબરે ગાયત્રી હેમંતભાઈ ચાવડાએ 97.02 ટકા મેળવ્યા છે. શાળાના આચાર્યએ તમામ સફળ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાના શિક્ષકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની લગન અને શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે. શાળા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટે કટિબદ્ધ છે.