મોરબી : મોકડ્રિલ અને વરસાદની આગાહીને પગલે આજે તારીખ 7 મેના રોજ યોજાનાર જાણતા રાજા મહાનાટકનો શો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી દ્વારા આયોજિત છત્રપતિ શિવાજી મહારાજનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા હાલ મોરબીની ભૂમિ પર ભજવાઈ રહ્યું છે. ત્યારે આજે 7 મેના રોજ મોકડ્રિલ અને વરસાદની આગાહી હોવાથી આજે નાટક ભજવવામાં નહીં આવે. આવતીકાલે 8 મેના રોજ 8.30 કલાકે મહાનાટક અવશ્ય રજૂ થશે. જે લોકો પાસે 5, 6 અને 7 મેની ટિકિટો છે તેઓ 8મી તારીખે જોવા આવી શકશે. મહાનાટકની ટિકિટો કાર્યાલયે અને મેદાને બન્ને જગ્યાએ મળશે. વધુ માહિતી માટે મો.નં. 9429912489, 9429912689 પર સંપર્ક કરવા જણાવાયું છે.