તા. 9 મે થી 17 મે દરમ્યાન બાળ વિદુષી સંત રતનેશ્વરી દેવી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવશેમોરબી : ન્યૂ શ્રદ્ધા પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ન્યૂ શ્રદ્ધા પાર્ક, બાપ સીતારામ પેલેસની બાજુમાં, વાવડી રોડ, મોરબી ખાતે તા. 9-5-2025 થી તા. 17-5-2025 દરમ્યાન સવારે 8 :30 થી 11:30 કલાક દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં તા. 9 મે ના રોજ બપોરના 4 કલાકે પોથી યાત્રા, તા. 10 મે ના કથાનું માહાયમ, 11મે ના શિવલિંગ પ્રાગટય, 12 મે ના સતી પ્રાગટય, 13 મે ના શિવ વિવાહ, 14 મે ના ગણપતિ પ્રાગટય, 15 મે ના જ્યોતિર્લિંગનો મહિમા, 16 મે ના જ્યોતિર્લિંગનો મહિમા, 17 મે ના કથા પૂર્ણાહુતિ થશે. જેમાં બાળ વિદુષી સંત રતનેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ મોરબી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવશે. તો આ કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.