વાંકાનેર : હાલ સમગ્ર મોરબી પંથકમાં વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. વાંકાનેરના સરતાનપર રોડ પર આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. સરતાનપર ગામે વરસાદી માહોલ છવાયો હતો અને કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં રસ્તા પર પાણી ચાલુ થઈ ગયા હતા. વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો.