મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરાશેમોરબી : મોરબીમાં મયુરનગરી કા રાજા ગૃપ દ્વારા ભારત સરકાર દ્વારા કરવામાં ઓપરેશન સિંદૂરની સફળતાનાં સંદર્ભે ગ્રીન ચોક ખાતે આજે તા.7-5-2025ને બુધવારના રોજ સાંજે 6 કલાકે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, પહેલગામમાં ધર્મના નામે થયેલ હિન્દુઓની હત્યાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરતા ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ રોકવા આતંકીસ્તાન (પાકિસ્તાન) પર મિશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઈક કરી અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જે સંદર્ભે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવ ગૃપ દ્વારા મોરબીના ગ્રીનચોક ખાતે સાંજે 6 કલાકે ફટાકડા ફોડી, આતેશબાજી કરી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવશે. ત્યારે સર્વે દેશપ્રેમી જનતાને જોડાવવા અપીલ કરવામાં આવી છે.