વર્ષ 2017ના કેસમાં મોરબીની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોમોરબી : મોરબીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસેમાં મોરબીની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં એક આરોપીને 20 વર્ષ તો બીજા આરોપીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં એક સગીરાને વાલીપણામાંથી કેટરર્સના બહાને અપહરણ કરી ચોટીલા ખાતે લઇ જઇ આરોપી કાંતિલાલે વારંવાર દુષ્કર્મ કરી આરોપી ભારતીબેન તથા જીવરાજભાઇએ ભોગબનનારને આ બાબતની કોઇને જાણ કરીશ તો પરીવારને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હુકમમાં જણાવાયુ છે કે કાંતિલાલ અવચરભાઈ ડાભીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 20 હજારનો/- નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. આરોપી જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર અને આરોપી ભારતીબેન રામજીભાઈ હડીયલને 5 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂા. 20 હજાર એમ કુલ રૂ. ૪૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) નો દંડ, અને આરોપીઓ જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના, 2019 ના નિયમો તથા શેડયુલના અનુક્રમ નં. 9 તેમજ નિયમ-9(5) અનુસાર, અપીલ પીરીયડ બાદ આરોપી નં.1 કાંતીલાલ અવચરભાઈ ડાભીએ આ કામના ભોગબનનારને રૂા. 4 લાખ અને બન્ને આરોપીને 60-60 હજારનો દંડ કટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે નિરજ કારીયા રોકાયેલ હતા.