એરસ્ટ્રાઇકમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા : તુરંત સારવાર અર્થે ખસેડાયાનું રિહર્સલ કરવામાં આવ્યુંમોરબી : મોરબીના નવલખી બંદરે આજે યુદ્ધ સમયે થતી એરસ્ટ્રાઇક બાદ કરવામાં આવતા રેસ્ક્યૂની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા ગત મોડી રાત્રીના પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને આતંકીઓને અનેક ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. યુદ્ધની સંભવતઃ પરિસ્થિતિને ધ્યાને લઈને દેશના અનેક જિલ્લાઓમાં યુદ્ધ અંગેની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ બે સ્થળોએ યુદ્ધ અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી. મોરબી જિલ્લાના નવલખી બંદરે પણ એરસ્ટ્રાઇકની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં એરસ્ટ્રાઇક થતા 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને વર્ષામેડી ખાતેના સેન્ટરમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રિલમાં વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને આપદા મિત્ર તરીકે હોમગાર્ડના જવાનો જોડાયા હતા.