મોરબી : આજે મોરબી સહિત અનેક જિલ્લાઓમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોકડ્રિલના અનુસંધાને મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરની સંધ્યા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. કુબેરનાથ મહાદેવ મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે કે, આજે તારીખ 7 મે ને બુધવારના રોજ મોરબીમાં યોજાનાર મોકડ્રિલના અનુસંધાને રાષ્ટ્રહિતમાં સંધ્યા આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે તથા 7-30 થી 8-30 સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.