મોટાભાગના લોકોએ બ્લેક આઉટનો અમલ કરી દેશપ્રેમ દેખાડ્યોમોરબી : પાકિસ્તાન સાથે યુદ્ધની સંભવતઃ સ્થિતિને પગલે આજે મોરબી જિલ્લામાં બ્લેક આઉટ સર્જવામાં આવ્યો છે. રાત્રે 7:45 કલાકે સાયરન સાથે બ્લેક આઉટ શરૂ થયો છે. મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ્ટ સર્જાયો છે.ગત મોડી રાત્રીના ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં આતંકીઓના અનેક ઠેકાણાઓ તોડી પાડવામાં આવ્યા છે. વળતા જવાબમાં પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો કઈ રીતે બચાવ કરી શકાય તેના ભાગરૂપે સરકાર દ્વારા અગાઉથી જ આજે મોકડ્રિલ અને બ્લેક આઉટની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આજે 7:45થી સાયરન વગાડી બ્લેક આઉટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ લાઈટો બંધ કરી બ્લેક આઉટને સમર્થન આપ્યું છે. હાલ મોરબીમાં અંધારપટ્ટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ બ્લેક આઉટ 8:30 સુધી રાખવામાં આવનાર છે.